VIDEO: છત્તીસગઢમાં કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા, ગાળાગાળી કરી એકબીજાને દોડાવી દોડાવીને માર્યા

છત્તીસગઢમાં સત્તાધારી કોંગ્રેસ (Congress) પાર્ટીના કાર્યકરો આજે જિલ્લા પંચાયત અધ્યક્ષની ચૂંટણી દરમિયાન બાથમબાથી પર આવી ગયાં. આ ઘટના રાજ્યના બલોદા બજાર ભાટપારા જિલ્લાની છે. સુરક્ષા દળોની હાજરીમાં કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ખુબ ગાળાગાળી અને મારપીટ થઈ. કહેવાય છે કે ચૂંટણી દરમિયાન કોઈ વાતને લઈને કોંગ્રેસના બે જૂથો વચ્ચે બબાલ થઈ જે મારપીટમાં ફેરવાઈ. 
VIDEO: છત્તીસગઢમાં કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા, ગાળાગાળી કરી એકબીજાને દોડાવી દોડાવીને માર્યા

રાયપુર: છત્તીસગઢમાં સત્તાધારી કોંગ્રેસ (Congress) પાર્ટીના કાર્યકરો આજે જિલ્લા પંચાયત અધ્યક્ષની ચૂંટણી દરમિયાન બાથમબાથી પર આવી ગયાં. આ ઘટના રાજ્યના બલોદા બજાર ભાટપારા જિલ્લાની છે. સુરક્ષા દળોની હાજરીમાં કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ખુબ ગાળાગાળી અને મારપીટ થઈ. કહેવાય છે કે ચૂંટણી દરમિયાન કોઈ વાતને લઈને કોંગ્રેસના બે જૂથો વચ્ચે બબાલ થઈ જે મારપીટમાં ફેરવાઈ. 

સોશિયલ મીડિયા પર આ ઘટનાનો જે વીડિયો વાઈરલ થયો છે તેમાં જોવા મળી રહ્યું છે કે કોંગ્રેસના કાર્યકરોએ એક બીજાને ખુબ ગાળો આપી અને દોડાવી દોડાવીને માર્યાં. આ દરમિયાન ત્યાં હાજર પોલીસકર્મીઓને આ મામલો થાળે પાડતા પરસેવો વળી ગયો. પોલીસકર્મીઓએ યેનકેન પ્રકારે મામલો થાળે પાડ્યો. જો કે આ મામલે કોઈ એફઆઈઆર થઈ હોય તેવી જાણ નથી. ઘટનાસ્થળે ભારે સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યાં છે. 

— ANI (@ANI) February 14, 2020

અત્રે જણાવવાનું કે જિલ્લામાં છેલ્લા બે તબક્કામાં ત્રિસ્તરીય પંચાયત ચૂંટણી થઈ હતી. શુક્રવારે જિલ્લા પંચાયત અધ્યક્ષ પદ માટે ચૂંટણી ચાલી રહી હતી. જિલ્લા પંચાયતના તમામ 21 ક્ષેત્રોમાં ઘમાસાણની સ્થિતિ છે. જિલ્લા પંચાયત અધ્યક્ષની ખુરશી પણ ઓબીસી માટે અનામત થઈ છે. જેનાથી ચૂંટણી દંગલમાં ઉતરેલા ઓબીસી નેતાઓએ અધ્યક્ષની ખુરશી પડાવવા જોડતોડમાં કોઈ કસર બાકી રાખી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news